આ ઘટના બાદ રાજ્યના વન વિભાગના 200 કર્મચારીઓએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું જેમાં નાઇટવિઝન કેમેરામાં વાઘે દેખા દીધી હતી. નોંધનીય છે કે,દિપડા,સિંહ અને વાઘ હોય તેવુ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું. આ વખતે કંતારમાં વાઘ હોવાની વાતે વેગ પકડતા સ્થાનિકોમાં ફરીથી ચર્ચા જાગી છે.