મહિસાગર જિલ્લામાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કુખ્યાત આરોપી સાજિદનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ કુખ્યાત આરોપી ચોરી કરવા જતો હતો ત્યારે પોલીસે તેને રોક્યો હતો. જોકે, તેણે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે પણ ક્રોસ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું. પેટ્રોલિંગ દરમિયાન લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કર્યો હતો. જેથી આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (મિતષ ભાટિયા, મહિસાગર)