મહીસાગર: રસુલપુર ગામ પાસેનો આઘાતજનક અક્સમાત સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત કારચાલકે બાઇક ચાલકને એક કિલોમીટર સુધી ઢસડ્યો હતો. જેના કારણે બાઇક ચાલકનાં શરીરનાં ટુકડે ટુકડા થઇ ગયા હતા અને તેનું મોત નીપજ્યુ છે. આ અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા. લોકોએ નશામાં ધૂત કાર ચાલકને ઢોરમાર માર્યો હતો. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં એક યુવતીનું મોત નીપજ્યુ હતુ.