મિતેશ ભાટીયા, મહીસાગર : મહીસાગર જિલ્લામાં (Mahisagar) મોડી રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં (Accident) લુણાવાડા તાલુકાના મામલતદારનું (Lunawada Mamlatdar) મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાન આરટીઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.