મિતેષ ભાટિયા, મહીસાગરઃ મહીસાગરના (Mahisagar) બાલાસિનોર (balasinor) નગરમાં કોરોનાના કપરા કાળમાં (corona pandemic) સેવા આપી રહેલા બે ડોક્ટરોને (doctors) પોલીસે (police) કોઈ જ કારણ વગર પોલીસ મથકે બોલાવી ત્રણ કલાક સુધી જેલમાં પુરી રાખતા આજે તમામ મેડિકલ સ્ટોર સહિત દવાખાના ઓ બંધ કરી તમામ મેડિકલ એસોસિએશન આજે અચોક્કસ મુદત ની હડતાળ માં જોડાયા છે.