મિતેશ ભાટિયા, મહીસાગર : મહીસાગર (Mahisagar) જિલ્લાના સૌથી મોટા કડાણા (Kadana Dam) બંધમાં હાલમાં ચોમાસામા જોઈએ તેવા પાણીની આવક થઈ નથી. જુલાઈ મહિનો સમાપ્ત થયો હોવા છતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર નથી ત્યારે ડેમનું જળસ્તર ઘટવા લાગ્યું છે. આ સ્થિતિના કારણે ડેમના હાર્દમાં આવેલા એક ઐતિહાસિક શિવમંદિરના (Nadinath Mahadev) દર્શન થઈ શક્યા છે.