મિતેશ ભાટિયા, મહીસાગર : મહીસાગર જિલ્લામાં (Mahisagar) આજે એક ગમખ્વાર અકસ્માતમાં (Accident) બાળકનું (Death of Child) કરૂણ મોત થયું છે. અકસ્માત એસટીની લોકલ (GSRTC-Bike Accident) બસ અને બાઇક વચ્ચે થયો હતો જેમાં બાઇક સવાર વ્યક્તિઓને ઇજા પહોંચી જ્યારે એક બાળક એસટીના જોટા નીચે કચડાઈ જતા તેનું કરૂણ મોત થયું છે. આ અકસ્માત મહીસાગર જિલ્લાના કડાણા (Kadana) તાલુકામાં થયો હતો. કડાણાના લાડપુર પાસે અકસ્માતના પગલે કરૂણાંતિકા સર્જાઈ હતી.