મિતેષ ભાટિયા, મહીસાગરઃ તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર એક બાળક ખુબજ ચર્ચામાં રહ્યું હતું. જેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની (Injection) જરૂર હતી. જોકે, આવો જ એ કિસ્સો ગુજરાતના (Gujarat) મહીસાગર જિલ્લાના (Mahisagar) ખાનપુર તાલુકના કાનેસર ગામમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મધ્યમવર્ગના પરિવારના એક 3 મહિનાના બાળકને જન્મજાત એક ગંભીર પ્રકારની બીમારીના (serious illness) સંકજામાં સપડાયું છે. આ ગંભીર બીમારીનું નામ એસ.એમ.એ-1(S.M.A-1) એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખાય છે. આ બીમારીની સારવાર માટે 22 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની (22 crore rupee Injection) જરૂર છે જેને અમેરિકાથી મંગાવવું પડશે. જોકે, માતા-પિતા મધ્યમવર્ગના હોવાથી પોતાના કૂમળા ફૂજ જેવા બાળક માટે લોકો અને સંસ્થાઓ પાસે પૈસાની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો માતા-પિતા ને કે જન્મેલ બાળકને ક્યાં ખબર હતી કે હું એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છું ત્યારે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે. એવું કહેવાય છે ત્યારે કુટુંબીજનો આ બાળકની મોટી હોસ્પિટલમાં ચકાસણી કરાવવા ઠેર ઠેર ગુજરાતની નામી ડોક્ટરો પાસે બાળકની સારવારને લઇ જાય છે અને પથ્થરો એટલા દેવ પણ પૂજ્યા પરંતુ બાળકની સ્થતિ તેની તેજ રહી છે.
આ બાળક જન્મ જાત એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે જેનું નામ છે એસ.એમ.એ-1 (S.M.A-1) એટલે (Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છે જે રંગસૂત્ર- ૫ ની નાળીમાં ખામીને કારણે થાય છે આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે.
જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે જે માતા-પિતાના વારસામાં આવેલ રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે. ત્યારે આ રોગની સારવાર ખુબ મોઘી છે. તેના માટેના ઈજેક્શન રૂપિયા ૧૬ કરોડમાં યુ.એસ થી માંગવું પડે છે.
જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પિનરાઝા)ને મળેલ છે. જેકરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્યકરવાની શક્તિમાં પણ સુધારો કરે છે. ત્યારે લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ને ડોકટરોના કેહવા પ્રમાણે બાળકના ઈલાજ માટે તમારી પાસે 1 વર્ષ છે. જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે.
ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે ત્યારે તેઓ એ આ રકમ ભેગી કરવા સોસીયલ મીડીયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે. ત્યારે ગુજરાતની તમામ જનતા પાસે ફુલ નહી તો ફુલની પાંખડી આપવા માટે હજીજી કરી છે. ત્યારે મહીસાગર જિલ્લામાંથી કેટલીય સંસ્થાઓ તેની મદદ માટે ડોનેશન આપવા લાગી છે.
ડોનેશન માટેનો બેન્કની માહિતી: A/C NO : 700701717187237, IFSC CODE : YESB0CMSNOC, NAME : DHAIRYARAJSINH RATHOD છે. આ 22 કરોડની ઇન્જેકસન અમેરિકાથી મંગાવવું પડે છે અને આ બાળકના પરિવાર મધ્યમ વર્ગી હોવાથી આવી મોટી રકમ ખરચવા સક્ક્ષમ ન હોવાથી અનેક સંસ્થાઓ અને લોકો પાસે ફંડની માંગ કરી છે. ત્યારે લુણાવાડાના નામી ડોક્ટર હાર્દિક ઉપાદ્યાયે પણ લોકો અને સરકારને આ બાળકની વહારે આવીને મદદ કરે તેવી વિનંતી કરી રહ્યા છે.