Home » photogallery » madhya-gujarat » MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

મોડી રાત્રે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા સહિતના આસપાસના ગ્રામ્ય  અને ડુંગરાળ વિસ્તારોમાં ૬ ઇંચ જેટલો સાંભેલા ધાર વરસાદ વરસ્યો હતો. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો કેટલીક જગ્યાઓ પર દીવાલો,વૃક્ષો ધરસાઈ થયા હતા.

विज्ञापन

  • 15

    MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

    પ્રિતેશ પંડ્યા, મહીસાગર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે અંતર્ગત ગત મોડી રાત્રે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા સહિતના આસપાસના ગ્રામ્ય અને ડુંગરાળ વિસ્તારોમાં ૬ ઇંચ જેટલો સાંભેલા ધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રાત્રિ દરમિયાન જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો કેટલીક જગ્યાઓ પર દીવાલો,વૃક્ષો ધરસાઈ થયા છે તો કેટલીક જગ્યાઓ પર વિજપોલ ધરસાઈ થવાના કારણે વીજળી પણ ગુલ થઈ હતી.

    MORE
    GALLERIES

  • 25

    MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

    ભારે વરસાદના કારણે કડાણા ખાતે આવેલ સર્કિટ હાઉસની દીવાલ ધરસાઈ થઈ છે. દીવાલ ધરસાઈ થતા દિવાલનો કાટમાળ રોડ પર ધસી આવ્યો હતો જેના કારણે કડાણા થી મુનપુર જવાનો રોડ થોડા સમય માટે ચોકપ થયો હતો જેથી વહેલી સવારથી પ્રસાસન દ્વારા JCBની મદદથી દિવાલનો કાટમાળ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોકપ થયેલ રોડને શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

    MORE
    GALLERIES

  • 35

    MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

    બીજી બાજુ કડાણા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સાથે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

    તાલુકામાં આવેલ રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમમાં નવા નિરની આવક થઈ છે.ડેમના કેચમેટ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા નવા નિરની આવક નોંધાઈ હતી. ડેમમાં 6,627 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું લેવલ 380.01 ફૂટે પોહચ્યું છે જ્યારે ડેમની ભયજનક સપાટી 419.00 ફૂટ છે એટલે કે અત્યારે 38.09 ફૂટ પાણી ડેમના કુલ લેવલ કરતા ઓછું છે.

    MORE
    GALLERIES

  • 55

    MAHISAGAR: કડાણામાં 6 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોની દીવાલો ધરાસાઈ

    સમગ્ર મહીસાગર જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લાના કડાણા 145 MM સંતરામપુર 36 MM લુણાવાડા 08 MM ખાનપુર 04 MM વિરપુર 04 MM બાલાસિનોર 02 MM વરસાદ ખાબક્યો હતો.

    MORE
    GALLERIES