મહિસાગરઃ ત્રણ બાળકીઓ સાથે માતાની કૂવામાં મોતની છલાંગ, ચારનાં મોત
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના આવેલા ડીટવાસ ગામમાં હૃદય કંપાવી દે એવી ઘટના બની હતી. ગામમાં રહેતી 24 વર્ષીય મંગુબેન ડામરોએ આજે ગુરુવારે પોતાના ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ ચારે જણાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.


મહિસાગર (mahisagar) જિલ્લામાં એક કમકમાટી ભરી ઘટના બની છે. ત્રણ બાળકીઓ સાથે માતાએ (Mother jump into well) કૂવમાં ઝંપલાવ્યું હતું. જેના પગલે માતા અને ત્રણ બાળકીઓ (girl child)ના મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસને (Police) જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ચાર મૃતકોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાતધરી હતી.


મળતી માહિતી પ્રમાણે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના આવેલા ડીટવાસ ગામમાં હૃદય કંપાવી દે એવી ઘટના બની હતી. ગામમાં રહેતી 24 વર્ષીય મંગુબેન ડામરોએ આજે ગુરુવારે પોતાના ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ ચારે જણાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.


મંગુબેને પોતાની પાંચ વર્ષ, બે વર્ષ અને ચાર માસની વ્હાલસોયી બાળકીઓ સાથે મોતને વ્હાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, મંગુબેને આત્મહત્યા કેમ કરી એ અંગે હજી સુધી જાણવા મળ્યું નથી.


ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પોલીસને પણ જાણ કરવમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો


પોલીસની ટીમ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળી કાર્યવાહી હાથ ધરી હતી.