મહીસાગર : મહીસાગર જિલ્લાના વીરપુરના લિંબરવાડા ગામે એક ગોઝારી ઘટના ઘટી છે. આજે સવારે ગામના ખેડૂતો જયારે સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક 15 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. આ લાશે દેખા દેતા લોકોના ટોળેને ટોળા એકઠા થઈ ગયા હતા. વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ થતા જ લોકોએ તેની ઓળખ કરી બતાવી હતી.