Home » photogallery » madhya-gujarat » ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

Nadiad Mobile Tower: યુવાન ટાવર પર ચઢી ગયાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ યુવાનને નીચે ઉતાર્યાં બાદ પોલીસે યુવાનની અટકાયત કરી લીધી હતી.

विज्ञापन

  • 18

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    ખેડા: દારૂના નશામાં વ્યક્તિને અનેક વખત પોતે શું કરી રહ્યા હોય તેનું ભાન રહેતું નથી. દારૂના નશામાં 'પરાક્રમ'ના તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના નડિયાદ (Nadiad) ખાતે બન્યો છે. અહીં એક યુવાન દારૂના નશાના મોબાઇલના ટાવર (Mobile tower) પર ચઢી ગયો હતો. એટલું જ નહીં, દારૂડિયાએ મોબાઇલ ટાવર પર ચઢીને 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવાનને હેમખેમ નીચે ઉતાર્યા બાદ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

    MORE
    GALLERIES

  • 28

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    મળતી માહિતી પ્રમાણે નડિયાદ ખાતે આવેલા અમદાવાદી દરવાજા બહાર કબ્રસ્તાન ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. અહીં બી.એસ.એન.એલનો ટાવર આવેલો છે. આ ટાવર પર એક યુવાન ચઢી ગયો હતો. યુવાન દારૂના નશામાં હોવાનું માલુમ પડ્યું હતું. યુવાન ટાવર પર ચઢી ગયાની વાત જાણીને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 38

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    કબ્રસ્તાન પાસે આવેલા 150 ફૂટથી ઊંચા ટાવર પર દારૂના નશામાં યુવાન ચઢી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. યુવાન છેક ટાવરની ટોંચ સુધી પહોંચી ગયો હતો અને 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 48

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    યુવકના આવા ડ્રામા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ યુવાનને નીચે ઉતારવા માટે સજાવ્યો હતો. જે બાદમાં અમુક સ્થાનિક યુવાનો પણ ટાવર પર ચઢ્યા હતા અને યુવાનને મહામહેનતે ટાવર પરથી નીચે ઉતરવા માટે સજાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 58

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    યુવાન ટાવર પર ચઢી ગયાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ યુવાનને નીચે ઉતાર્યાં બાદ પોલીસે યુવાનની અટકાયત કરી લીધી હતી. સદનસિબે તમામ લોકોની સમજાવટ બાદ યુવાન સમજી ગયો હતો અને નીચે ઉતરી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 68

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    યુવાનને બચાવવા ઉપર ચઢેલા અરુણ ભીલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મને માહિતી મળતા હું યુવાનને બચાવવા ઉપર ચઢ્યો હતો. યુવાન વંદે માતરમના નારા લગાવી રહ્યો હતો. યુવાન સ્થાનિક રહેવાશી છે.

    MORE
    GALLERIES

  • 78

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    આ મામલે ભોપાભાઈ પરમાર નામના સ્થાનિક જણાવ્યું હતું કે, "કબ્રસ્તાન ચોકડી પાસે આવેલા બી.એસ.એન.એલના ટાવર પર એક યુવાન ચઢી ગયો હતો. યુવાનને દેશ ભક્તિનો નશો ચડી ગયો હોય તેવું લાગ્યું હતું. ભારે જહેમત બાદ યુવાનને નીચે ઉતાર્યો હતો. યુવાન ટાવર પર ચઢી ગયાનું જાણીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. યુવકે ઉપર 10 મિનિટ સુધી દેશ ભક્તિના નારા લગાવ્યા હતા."

    MORE
    GALLERIES

  • 88

    ખેડા: દારૂના નશામાં યુવાન મોબાઇલ ટાવર પર ચઢી ગયો, લગાવ્યા વંદે માતરમના નારા

    પોલીસે યુવાનની અટકાયત કરી હતી.

    MORE
    GALLERIES