જનક જાગીરદાર, ખેડાઃ ખેડા જિલ્લાના (Kheda news) નડિયાદમાંથી (Nadiyad) પસાર થતી કોલેજ પાસેની કેનાલમાં કોઈ મહિલાએ છલાંગ લગાવી હોવાની માહિતી નડિયાદ ફાયર કન્ટ્રોલને (Nadiad Fire Control) મળી હતી. આથી ફાયરબ્રિગેડના તરવૈયાઓએ બનાવ સ્થળે આવી નહેરના પાણીમાં શોધખોળ હાથ ધરી છે. જોકે પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમને બનાવ સ્થળે આ મહિલાના (woman) કોઇ વાલીવારસો કે ઘટનાનો અન્ય પ્રત્યદર્શી મળી ન આવતા આ બાબત સાચી છે કે ખોટી તે પણ તપાસનો વિષય પર અટકી છે.