જનક જાગીરદાર: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની શ્રીકૃષ્ણઃ હૉસ્પિટલમાં સમગ્ર ગુજરાતમાંથી કોવિડ-19ના દર્દીનો ભારે ધસારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓ સતત શ્રીકૃષ્ણઃ હૉસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિરે કોરોનાના દર્દી અને તેમની સાથે આવતા તેમના સગા-સંબંધીના જમવાની ચિતા કરી છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર શ્રીકૃષ્ણઃ હોસ્પિટલને રોજ સવાર અને સાંજે કુલ 2 હજાર ટિફિન પાર્સલ સેવા નિઃશુલ્ક પહોંચાડે છે.