નડિયાદ: સમાજમાં મોબાઇલનું દુષણ વધી રહ્યું છે. હવે તો આ દુષણથી આપણા તહેવારો પર પણ અસર પડવા માંડી છે. ખાસ કરીને ઉત્તરાયણના આ દિવસે અવકાશી યુધ્ધના ખેલાતા ખેલનો નજારો જોવાને બદલે આજની જનરેશન ટેરેસ પર પહોંચી ગરદન નીચી કરી મોબાઈલમાં જ વ્યસ્ત બની છે. આવી સ્થિતિ વચ્ચે નડિયાદના એક NRI પરિવારે અનોખી થીમ પર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. આ લોકો મોબાઇલ વગર ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે.