1/ 4


ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ મગરના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે એક મગરે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી છે. મગરના હુમલામાં એક 60 વર્ષીય આધેડ લાપતા થયા છે, જ્યારે વનવિભાગે તળાવમાંથી 12 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો છે.
2/ 4


શુક્રવારે રાત્રે વનવિભાગે ત્રાજ ગામે રેસ્ક્યુ ઑપરેશન હાધ ધર્યુ હતું. આ ઑપરેશનમાં વિદ્યાનગરની સ્વૈચ્છીક સંસ્થાની મદદથી મગરને રેસ્ક્યૂ કરાયો હતો.
3/ 4


12 ફૂટના મહાકાય મગરે તળાવમાં ન્હાવા પડેલા 60 વર્ષીય લક્ષ્મણ ચાવડાને શિકાર બનાવ્યા હતા. ચાવડા તળાવમાં ન્હાવા કૂદ્યા હતા તે દરમિયાન મગરે તેમને ખેંચી લીધા હતા.