જનક જાગીરદાર, ખેડાઃ ખેડા જિલ્લામાં (kheda) નવા દિવસોમાં જમીન બાબતની તકરારમાં (land dispute) એક યુવકની હત્યા (boy murder) કરાતાં પુરા પંથકમાં ચકચાર મચી છે. બે જ્ઞાતી વચ્ચે જમીનના ચાલતા વિવાદમાં યુવકની હત્યા થતાં પુરા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. બનાવની જાણ ખેડા ટાઉન પોલીસ (kheda town police) ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બેસતા વર્ષના દિવસે જ સુરતમાં જાહેરમાં યુવકની હત્યા કર્યાની ચકચારી ઘટના પણ બની હતી. નવા વર્ષના દિવસે સુરતના ગોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ હતી (Surat Murder of Youth on Gujarati New year) પેટ્રોલ પંપમાં લાઈનમાં ઊભા રહેવા થયેલા ઝઘડાને લઇને ત્રણ યુવકોએ પેટ્રોલ પંપની બહાર એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે (Surat Godadara Murder) મોત થયું હતું.