Home » photogallery » madhya-gujarat » કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

Ahmedabad Vadodara expressway accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે બપેરના સમયે રોડની બાજુમાં ઊભેલા એક ટ્રકની પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી.

  • 18

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    ખેડા: ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દીન-પ્રતિદીન વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગત અઠવાડિયે તારાપુર (Tarapur) નજીક થયેલા અકસ્માતમાં એક જ પરિવારના નવ લોકોનાં મોત થયા હતા. આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara expressway)પર થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય સાત લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગંભીર છે કે એક મૃતકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. જ્યારે ઇકો કાર પડીકું વળી ગઈ હતી. અહીં બંધ પડેલા ટ્રક પાછળ ઇકો કાર (Eeco car) ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત અમદાવાદથી વડોદરા (Ahmedabad to Vadodara) જવાના રસ્તે થયો હતો.

    MORE
    GALLERIES

  • 28

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે બપેરના સમયે રોડની બાજુમાં ઊભેલા એક ટ્રકની પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે કારનું પડીકું વળી ગયું હતું. કારની અંદર ફસાયેલા મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 38

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    આ બનાવમાં અન્ય સાત લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત અમદાવાદથી વડોદરા તરફ જતા રસ્તા પર થયો હતો. અકસ્માતની જાણ થતા જ એક્સપ્રેસ હાઇવેની પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 48

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    આ અકસ્માત નડિયાદ પાસે બન્યો હતો. ત્રણ લોકોનાં મોતથી હાઇવે જાણે કે મરણ ચીચોથી ગુંજી ઉઠ્યો હતો. કારની ટક્કર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે એક મૃતકનું માથું જ ધડથી અલગ થઈ ગયું હતું.

    MORE
    GALLERIES

  • 58

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    અકસ્માત બાદ હાઇવે પર લોહીની નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો એવા હતા જેને જોઈને ભલભલા કંપી ઉઠે. આ બનાવની સાથે જ ગત અઠવાડિયે થયેલા અકસ્માતની યાદ તાજી થઈ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 68

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    ગત અઠવાડિયે આણંદ જિલ્લાના તારાપુર પાસે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ભાવનગરના એક જ પરિવારના નવ લોકોનાં મોત થયા હતા. આ બનાવની નોંધ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ લીધી હતી.

    MORE
    GALLERIES

  • 78

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    તારાપુર ખાતે કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 88

    કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

    એક્સપ્રેસ વે પર થયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે એક મૃતકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.

    MORE
    GALLERIES