અમદાવાદ: ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામ (Traj Village) ખાતે એક 15 વર્ષીય કિશોરીની સરાજાહેર હત્યા કરવામાં આવતા સનસનાટી વ્યાપી ગઈ છે. મૃતક કિશોરી પોતાની બહેનપણી સાથે ગામની દુકાને ઠંડા પીણાની બોટલ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના 42 વર્ષીય રાજુ પટેલ (Raju Patel) નામાની શખ્સે કિશોરીને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપી રાજુ પટેલે કિશોરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું અને શરીરના બીજા ભાગોમાં પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. હત્યાના બનાવ બાદ કિશોરીના પરિવાર અને ગામના લોકોએ આરોપી રાજુ પટેલને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી છે.