અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather Update) ગરમીના (heatwave in Gujarat) ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં (Ahmedabad) બુધવાર સુધી ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ (Orange alert) જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી (prediction) પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે. આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. આ માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં (Gujarat Farmer) ચિંતા પ્રસરી છે.
આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વર્ષે સામાન્ય કરતા કેરી ઓછી જોવા મળી રહી છે. ત્યારે જો આ માવઠું થાય તો કેરી સહિત ઉનાળુ પાકને પણ વ્યાપક નુકસાન થઈ શકે છે. જેથી જે પાક હવે તૈયાર થઈ ગયો છે જેમને વહેલીતકે સલામત જગ્યાએ ખસેડવો જરૂરી છે.જેથી નુકસાન થતું અટકાવી શકાય છે. નોંધનીય છે કે, ગત વર્ષે પણ મે મગહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ વાવાઝોડું પણ આવ્યું હતું અને ભારે પવનથી અનેક પાક સાથે આંબાના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશની વાત કરીએ તો દક્ષિણ-પૂર્વીય બંગાળની ખાડી પર બની રહેલું ગાઢ દબાણ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં વધી ગયું છે. જે તેજ બનીને 'આસની' નામના વાવાઝોડામાં ફેરવાયું છે. રવિવારના રોજ સવારના સમયે તે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર અક્ષાંસ 11 ડિગ્રી ઉત્તર અને 89 ડિગ્રી પૂર્વ પાસ કરીને નિકોબારથી આશરે 450 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ, પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમ, વિશાખાપટ્ટનમથી 970 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
જેના કારણે આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ગંગીય પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય તથા નાગાલેન્ડના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જણાઈ રહી છે. આસામ, અરૂણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આંતરિક ઓડિશા, કેરળ, દક્ષિણ કર્ણાટક, રાયલસીમા અને તમિલનાડુના વિભિન્ન ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.