સબીર ભાભોર, દાહોદ : દાહોદ (Dahod) ના ભરચક વિસ્તાર એવા એમજી રોડ (MG Road) પર બાઈક સાઈડમાં લેવા જેવી નજીવી બાબતમાં એક યુવકે બાઈક સવારને છરીના ઘા મારી દેતા (Murder) સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લોકો જોતા રહ્યા અને હત્યારો ફરાર થઈ ગયો. દાહોદ પોલીસે (Dahod Police) હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેરનો એમ જી રોડ વિસ્તાર એટ્લે સતત અવરજવર સાથે ભરચક ગણાતો વિસ્તાર કહેવાય છે ત્યારે આવા ભરચક વિસ્તારમાં સાંજના સમયે બાઈક ઉપર જઈ રહેલા યુનુસ કતવારા વાલા નામના યુવકને અન્ય એક યુવકે અચાનક જ ઉપરા ઉપરી 10 થી 15 જેટલા ચપ્પુ ના ઘા ઝીંકી દેતા યુનુસ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો બનાવને પગલે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
પોલીસ અનુસાર, એક યુવક ચપ્પુ ના ઘ ઝીંકી ફરાર થઈ ગયો હતો, ત્યારે આસપાસમાથી દોડી આવેલા લોકોએ યુનુસને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલા જ યુનુસનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક જાણકારી અનુસાર યુનુસ બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે ટ્રાફિકના કારણે વચ્ચે ઉભેલા યુવકને સાઈડમાં ખસી જવાનું કહેવા બાબતે બોલાચાલી થતાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હોવાની વાત બહાર આવી હતી, પરંતુ ચોક્કસ કારણ જાણી નથી શકાયું,