સાબિર ભાભોર, દાહોદઃ દાહોદ (Dahod news) તાલુકાનાં જાલત (jalat village) ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર (quagmire on road) થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવી રહ્યું. હદ તો ત્યારે થાય જ્યારે કોઈ વ્યક્તિના મોત બાદ પણ નનામી (funeral) લઈને જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને તાત્કાલિક હોસ્પિટલ (hosptial) લઈ જવું પડે તો પણ આવી પરિસ્થિતિમાં જ પસાર થવું પડે.
જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો તેની અંતિમક્રિયા માટે નનામી લઈને સ્મશાન સુધી જવું એટ્લે સ્થાનિકો માટે કપરી સ્થિતિ સર્જાય છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન તો દૂરની વાત અહી થી પગપાળા જવું એ પણ મુશ્કેલી ભર્યું કામ છે પગ મૂકતાં જ ઘૂટ્ણ સુધી પગ કીચડમાં ખુપી જાય છે એવા રસ્તા ઉપરથી નનામી લઈને પસાર થવું પડે છે.