ys દાહોદ: રાજ્યમાં દરરોજ અકસ્માત (Road accident)ના અનેક બનાવો બનતા રહે છે. શુક્રવારે રાત્રે દાહોદ જિલ્લા (Dahod District)માં થયેલા એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ઝાલોદ તાલુકાના વાસવાડા હાઇવે (Vasavada highway) પર બન્યો હતો. અહીં એક અર્ટીગા કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ બનાવ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામ (Anvarpura village) પાસે થયો હતો. બંને વાહનોની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું થયા છે. મૃતકો ઝાલોદ તાલુકાના વરોડ અને સીંગવડના સુરપુરના રહેવાસી છે.
શુક્રવારે ત્રણ બસને નડ્યા અકસ્માત: શુક્રવારે રાજ્યમાં ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસ (ST bus)ને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા હતા. જેમાં એક બનાવ પાટણ જિલ્લા (Patan district)માં બન્યો હતો. નર્મદા જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત (ST bus accident) નડ્યો હતો, તો અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad-Mehsana highway) પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.
મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત: અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad-Mehsana highway) પર એક લક્ઝરી બસને અકસ્માત (Accident) નડ્યો હતો. અકસ્માતમાં 14 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી.