સાબિર ભાભોર, દાહોદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતની (Road accident in Gujarat) ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. અને અકસ્માતોની ઘટનામાં (Accident) અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના દાહોદમાં (dahod news) બની હતી. અહીં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને ટ્રક ચાલકે અડફેટે (truck hit Passengers) લેતા એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું જ્યારે પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા પાંચ પૈકી બે મુસાફરોની હાલત નાજુક જણાતા ગોધરા (Godhra) ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે દાહોદના દેવગઢબારીયાના કાળીડુંગરી (devgadhbaria kalidungari) ખાતે આજે પીકઅપ સ્ટેન્ડ પાસે મુસાફરો વાહનની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકે મુસાફરોને અડફેટે લીધા હતા ટ્રકની અડફેટે એક મહિલા ઉપર તોતિંગ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.