સાબિર ભાભોર, દાહોદઃ ગુજરાતમાં (Gujart news) દરરોજ ક્યાંકના ક્યાં માર્ગ અકસ્માતની (accident news) ઘટનાઓ બનતી રહે છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના બની હતી. અહીં એક ફૂલ સ્પીડ ટ્રકે બાઈક સહિત ચાલતી જતી (truck and bike accident) વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જેના પગલે બંને વિદ્યાર્થિનીઓના કમકમાટી (girl students died in accident) ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ (police) ઉપર પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠાં થયા હતા.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે દાહોજ જિલ્લાના લીમખેડા-ઝાલોદ હાઈવે ઉપર આજે ગુરુવારે અકસ્માત સર્જાયો હતો. અહીં મોટાહાથીધરા નજીક એક ટ્રક માતેલા સાંઢની માફક ફૂલ સ્પીડ જતો હતો. ત્યારે ચાલકે સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા રસ્તા પર જતાં બાઈક ચાલકને અડફેટે લીધા બાદ ચાલતી જતી વિદ્યાર્થિનીઓને પણ અડફેટે લીધી હતી.