શાબીર ભાભારો, દાહોદ : દાહોદ (Dahod) જિલ્લાના દેવગઢ બારીયામાં (Devgadh Bariya) આજે એક કરૂણ ઘટના ઘટી છે. અહીંયા આજે દેવગઢ બારિયાના ડાંગરિયામાંથી (Dangariya) એક જ વિસ્તારના ત્રણ યુવકોના (Three Youth) એક સાથે મૃતદેહ (Dead Body) મળી આવ્યા છે. જોકે, આ યુવકોનું મોત (Death)કઈ રીતે થયું તેની તજવીજ શરૂ થઈ છે પરંતુ જે અવસ્થામાં યુવકો મળી આવ્યા તે શંકા ઉપજાવનારું છે. પોલીસે આ મામલે કાર્યાવાહી શરૂ કરી છે પરંતુ સમગ્ર ઘટનાક્રમ હાલમાં શંકાસ્પદ જણાઈ રહ્યો છે.
બનાવની વિગતો એવી છે કે ગેવગઢ બારિયાના ડાંગરિયામાંથી કાપડી (Kapdi Devgadh Bariya) વિસ્તારના ત્રણ યુવકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ સાથે ઘટના સ્થળેથી બાઇક પણ મળી આવ્યું હતું એટલે પ્રથમ દૃષ્ટીએ બનાવ અકસ્માતનો લાગતો હતો પરંતુ પોસ્ટમોર્ટમ પહેલાં શરીરમાં કેવી ઈજાઓ છે તેનો કયાસ લગાડવો મુશ્કેલ હોવાથી મામલો શંકાસ્પદ જણાતો હતો.
જોકે બાઇક પણ મળી આવ્યું હોવાથી પોલીસે અકસ્માતે મોત થયાની થિયરી અપનાવી છે. જોકે, આ યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા ત્યારે મોટી ભીડ એકઠી થઈ હતી. લોકોમાં શોક સાથે રોષ પણ જોવા મળી રહ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી અને બનાવ અંગે ગુનો નોંધ્યો છે.