Home » photogallery » madhya-gujarat » કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

પ્રસૂતિ કર્યાબાદ આજે નવજાત બાળકને લઈને રીક્ષા મારફતે પોતાના ઘરે જતા હતા ત્યારે જ રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી હતી.

  • 16

    કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    સાબિર ભાભોર, દાહોદઃ ગુજરાતમાં રોડ અકસ્માતની (Accident) ઘટનાઓ બનતી રહે છે. ત્યારે દાહોદમાં એક વધુ એક અકસ્માતની ઘટના બની હતી. દાહોદ નજીક પ્રસૂતિ કરાવીને ઘરે પરત ફરતી મહિલા સાથે રીક્ષા (Rickshaw fall into Gorge) 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી હતી. જેના પગલે નવજાત સહિત ત્રણ બાળકોના મોત (Children death) નીપજ્યા હતા. જ્યારે ત્રણ મહિલાનો બચાવ થયો હતો. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ (Fire brigade) અને પોલીસની (police) ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતકોની લાશને બહાર કઢાઈ હતી. ઘટનાના પગલે પરિવારજનોમાં ઉપર આભ તૂટી પડ્યું હતું.

    MORE
    GALLERIES

  • 26

    કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવી નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ થતા તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 36

    કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    ત્યારબાદ આજે આજે રવિવારે વિજયા દશમીના દિવસે સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 46

    કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    સુત્રોના જણાવ્યા પ્રમાણે માવી પરિવારમાં એક સાથે ત્રણ બાળકોના મોતને પગલે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. કલાકો પહેલા જ માતા બનેલી કમનસીબ મહિલાના નવજાત બાળકના મોતને પગલે ફરીથી નિઃસંતાન બની ગઇ હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    વધુ મળતી માહિતી પ્રમાણે રિક્ષામાં છ લોકો સવાર હતા. જેમાં નવજાત બાળક સહિત ત્રણ બાળકો અને માતા સહિત બે મહિલા અને રીક્ષા ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઘટનામાં મૃતક થયેલા બાળકોમાં છ વર્ષની પ્રિયંકાબેન કનુભાઈ બારિયા, 5 વર્ષનો આર્યન કલસિંગભાઈ માવી અને નવજાત બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તમાં 25 વર્ષીય રંગીબેન કલસિંગભાઈ માવી જ્યારે 60 વર્ષના સિતાબેન નરસિંગભાઈ બારીયાનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES