ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી આજે શુક્રવારે વહેલી સવારે પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. નાગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોજી ત્રણ મહિનાથી ઝાલોદ સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો. આજે સવારે આરોપીને સારવાર માટે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ જવાતો હતો ત્યારે પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી 11 કેદીઓ ફરાર થયા હતા. આમ પોલીસ સુરક્ષા સામે અનેક સવારો ઊભા થાય છે. (સાબ્બીર ભાભોર, દાહોદ)