સાબિર ભાભોર, દાહોદછ રાજયભરમાં મોટેભાગની સરકારી કચેરીઑમાં (Government office) કર્મચારી કે અધિકારી લાંચ વિના કામ નથી કરતાં ભ્રષ્ટાચારની છાપ સરકારી ખાતાઑમાં જોવા મળી રહી છે તો અનેકવાર એસીબીના છટકામાં (ACB trap)લાંચિયા અધિકારીઓ (corrupt officers) ઝડપાતા હોય છે. તેમ છતાં પગાર સિવાયની ઉપરની આવક મેળવવા ટેવાયેલા કર્મચારીઓ સુધરવાનું નામ નથી લેતા ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી (talati) પાસે સામાન્ય દાખલામાં પણ સહી કરવા માટે પણ ચા પાણીના 50-100- 500 રૂપિયા લીધા વગર કામ નથી કરતાં જો લાંચ ન આપે તો અરજદારોને કોઈને કોઈ બહાના હેઠળ ધક્કા ખાવા પડે છે.