એસટી બસની હડતાળ પુરી થઇને ફરીથી રાબેતા મુજબ શરૂ થવાની સાથે જ એસટી બસના અકસ્માત પણ શરૂ થયાની ઘટના બની છે. દાહોદમાં શનિવારે મોડી રાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. એસટીના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારીને ટ્રક સાથે ટક્કર મારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે. (સાબિર ભાભોર, દાહોદ)