દેવગઢબારિયા તાલુકાનાં ઝાપટિયા ખાતે રહેતા સુબતભાઈ રાઠવાના લગ્ન ધાનપુર તાલુકાનાં કાનદારપુરા ખાતે કંપાબેન સાથે થયા હતા અને સુખી સંસાર જીવનમાં તેમને પુત્ર પણ હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ઝાપટિયા ગામની જ મહિલા સાથે સુબતભાઈની આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને પ્રેમમાં અંધ બનેલા સુબતભાઈ પ્રેમિકાને બીજી પત્ની તરીકે લાવવા અવરણવાર ઝગડા કરી અંતે પોતાની પ્રેમિકાને બીજી પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યા હતા.
પ્રેમાંધ બનેલા સુબ્ત્ભાઈ પ્રેમિયક સાથે મળી બંને માતા પુત્રને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, જેને પગલે છેલ્લા 4 મહિનાથી કંપાબેન પોતાના પીયર ચાલ્યા ગયા હતા અને પુત્ર જિતેન્દ્ર ઝાપટીયા ખાતે રહી અભ્યાસ કરતો, સમયાંતરે મામાના ઘરે જઈને માતાને પણ મળતો હતો, પરંતુ જિતેન્દ્રને સાવકી માતા અને સગો પિતા બંને જણા મળી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહેતા અને માર મારી તેને ઘર છોડી જતો રહેવા જણાવતા હતા બંનેના ત્રાસથી કંટાળી જિતેન્દ્રએ આજે ઘર નજીક આવેલ કૂવામાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.