દાહોદમાં નજીવી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો તોડફોડથી લઈને ફાયરિંગ સુધી પહોચ્યો હતો. દાહોદના ગોદી રોડ સ્થિત એક ઈલેક્ટ્રિકલના કારખાનાની આ ઘટના છે. જ્યાં કંપની પાસે પેશાબ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીમાં ઘુસી તોડફોડ મચાવી હતી. તોફાની ટોળાએ મારક હથિયારો સાથે ધસી આવી કારખાનામાં હાજર કર્મચારીઓને માર માર્યો હતો. બે વાહનોની પણ તોડફોડ કરી હતી. દરમિયાન એક શખ્સે ફાયરિંગ પણ કર્યું તોડફોડ અને ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સામે આવેલા ફૂટેજમાં હુમલાખોરો સ્પષ્ટ નજરે પડે છે. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (સાબિર ભાભોર)