દાહોદ: દાહોદ જિલ્લાની આંગણવાડી (Dahod anganwadi)માં લોલમલોલ ચાલતું હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આંગણવાડીમાં આવતા બાળકોના હિસ્સાનું દૂધ (Milk) તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું. બાળકોને પીવા માટે આપવામાં આવતી દૂધની થેલીઓ તળાવમાં પડી હોવાની તસવીરો સામે આવી છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોના હિસ્સા માટેનું દૂધ શા માટે ફેંકી દેવાયું? દૂધ ફેંકનાર લોકો કોણ? સરકાર કૃપોષિત બાળકો માટે દૂધ આપી રહી છે તો દૂધ બાળકોને આપવાને બદલે તળાવામાં કેમ ફેંકી દેવાયું સહિતના સવાલ આ બનાવ બાદ ઉઠ્યા છે.