દાહોદના લીમખેડાના માંડલીમાં દીપડો 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. કૂવાની નજીકની વાડીમાં દીપડો ઘુસ્યો હતો. જોકે, કિશોરે લાકડીથી ભગાડવા જતા દીપડો કૂવામાં ખાબક્યો હતો. વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથધરીને દીપડાને બહાક કાઢવાની કામગીરી હાથધરી હતી.