સાબિર ભાભોર, દાહોદઃ માર્ચ 2020થી શરૂ થયેલ કોરોના કહેર (coronavirus) પછીથી સંપૂર્ણ અને આંશિક લોકડાઉનમાં (lockdown) અનેક લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો લોકો આર્થિક મુશ્કેલીનો (money crisis) પણ સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઘરમાં રહીને સેમય કેવી રીતે પસાર કરવો આવી અનેક મૂંઝવણો વચ્ચે લોકોએ સમય પસાર કર્યો હતો. ત્યારે આવા સમયનો ઉપયોગ કરીને દેવગઢબારિયાના (devgadhbariya) ચિત્રકાર (Painter) કેતનસિંહ ચૌહાણે પોતાના શોખ પ્રમાણે રંગ, પીછી અને કેનવાસના સહારે અદભૂત ચિત્રોનું સર્જન (Creation of pictures) કર્યું હતું.
દાહોદ જિલ્લાનું પ્રખ્યાત રીંછ અભ્યારણ્ય 'રતનમહાલ' કે જ્યાં કુદરતી સૌદર્યનો અદ્ભુત નઝારો જોવા મળે છે. ચોમાસા દરમિયાન રતનમહાલના ડુંગરોમાં અનેક ધોધનો આનંદ લેવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ગીચ જંગલ વિસ્તારમાં તમામ પ્રકારના જાનવરો પણ અહી વસવાટ કરે છે. ત્યારે કેતનસિંહે રતનમહાલ લેન્ડસ્કેપના 500 જેટલા ચિત્રોનું સર્જન કર્યું છે.