ન સાબિર ભાભોર, દાહોદઃ દાહોદના (dahod) ગલાલિયાવાડ ખાતે રહેતા શ્યામ પારગીનો (shyam paragi) મૃતદેહ ગઈ (dead body) મોડી સાંજે મુવાલીયા ખાતેના તળાવમાંથી મળી આવ્યો હતો. શ્યામને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર ઇજા નિશાન જોવા મળતા મૃતકના પિતાએ હત્યાનો આશંકાએ દાહોદ રૂરલ પોલીસ મથકે (Dahod rural police station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની શંકા તરફ તપાસ કરતા દાહોદ એલ.સી.બી (dahod l.C.B) અને એસ.ઓ.જી (S.O.G) સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા સાંપડી હતી. (મૃતકની તસવીર)