સાબિર ભાભોર, દાહોદઃ દાહોદ શહેરમાં (dahod city) ગોદીરોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ પરિણીત પ્રેમીએ 'તું બીજે લગ્ન કરી લે અથવા મરવું હોય તો મરી જા' કહીને લગ્નની ના પડતાં યુવતીએ ગળેફાંસો (girl suicide) ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ત્યારે બીજી તરફ યુવકે પોતાનો પરિવાર બચાવવા કાયદાનો સહારો લઈ જાન્યુઆરીમાં જ વકીલ મારફતે નોટીસ પાઠવી હતી.
મૃતક યુવતીના પરિવારજનો ની ફરિયાદ મુજબ 24 વર્ષીય ફાતેમા લીમખેડા વાળાને છેલ્લા ચાર વર્ષ થી દાહોદના પીસ પાર્ક વિસ્તારમાં રહેતા અને ગોધરા રોડ ખાતે ફર્નિચરની દુકાન ધરાવતા હુસેન શાકિર સાથે પ્રેમ સબંધ હતા અને યુવક દ્રારા તેને લગ્ન કરી લેવાની ખાતરી પણ આપી હતી જેને લઈને ચાર વર્ષ સુધી સબંધો રહ્યા હતા પરંતુ યુવક પોતે પરિણીત છે અને 8 વર્ષનો એક છોકરો છે.
બીજી વાર તેની પત્ની એ ગર્ભાવસ્થા ધારણ કર્યું છે. હાલ યુવકની પત્નીને 9 માસનો ગર્ભ છે એટલે ગણતરીના દિવસોમાં હુસેન બીજા સંતાનનો પણ પિતા બનશે જ્યારે હુસેનના ફાતેમાં સાથેના પ્રેમ સબંધને લઈને પોતાના પરિવારમાં પણ અનેકવાર કંકાસ થયા હતા. એટલે હુસેને પોતાનો પરિવાર બચાવવા માટે પત્ની ને વિશ્વાસ માં લઈ પોતાના પક્ષ માં કરી લીધી હતી અને પત્ની દ્રારા વકીલ મારફતે 29 જાન્યુઆરી એ ફાતેમાંને એક નોટિસ RPAD દ્રારા મોકલી જેમાં લખ્યું હતું કે “ અમારા અસીલ ને આશરે ત્રણ વર્ષ પહેલા ગલીયાકોટ ચાલતા ગયા ત્યારે ઓળખાણ થઈ હતી અને ત્યારે મોબાઈલ નબર ની આપ-લે કરી હતી.
આ ઓળખાણને પગલે અમારા અસીલ ના સાંસારિક જીવન ખટરાગ ઊભો થયેલ છે તમારા સાથે અમારા અસીલ ને માત્ર મૈત્રી સબંધ જ છે તેમ છતા તમો અમારા અસીલ ના ઘરે તથા દુકાન ઉપર આવી વારવાર અઘટિત માંગણીઓ કરી આત્મહત્યા કરવાની ધમકી આપી માનસિક અને શારીરિક ત્રાસ આપો છો હાલ તમો એકતરફી સબંધ રાખી પરેશાન કરો છો નોટિસ મારફતે જણાવવામાં આવે છે કે કોઈપણ જાતનો સબંધ રાખવા માટે અમારા અસીલની દુકાને કે ઘરે સબંધીને લઈને આવવું નહીં અને કોઈપણ જાતનું ખોટું પગલું ભરશો તો તેની જબદારી તમારી તથા તમારા પરિવારની રહેશે તેમ છતાં કોઈ પગલું ભરશો તો ના છૂટકે કાયદાકીય સલાહ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે.
આ રીતે આરોપીએ પોતાના પરિવારના સબંધો સાચવવા અને યુવતીને છોડી દેવા માટે કાડાની આડ લઈ ફાતેમાંને નોટિસ પાઠવી હતી પરંતુ હુસેનના પ્રેમમાં અંધ બનેલ ફાતેમાં ને અનેક યુવકો ના માંગા આવતા હતા છતા તેને તમામ માંગા ઠુકરાવી હુસેન સાથે જ લગ્નની હઠ પકડી હતી. પરંતુ પોતાના પરિવાર ને બચાવવા હુસેન ફાતેમાંને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો પરિણામે 24 મેના રોજ વહેલી સવારે ફાતેમાં પોતાના ઘરનું લાઈટબિલ ભરી હુસેનની દુકાને હુસેનને મળવા ગઈ હતી.
હુસેન આગળ લગ્નની વાત કરતાં હુસેને સ્પષ્ટ કહી દીધું કે “તારે બીજે લગ્ન કરવા હોય તો કરી લે મરવું હોય તો મરી જા હું તારી સાથે લગ્ન નહીં કરું “ પ્રેમમાં નાસીપાસ થયેલ ફાતેમાએ ઘરે આવીને પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું યુવતીના પિતાની ફરિયાદના આધારે દાહોદ ટાઉન પોલીસે હુસેન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોધી આરોપી હુસેનની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડી આપતા હુસેનને જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.