મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના કસબા વિસ્તારમાં યશ માર્કેટ સ્થિત રહેતા અકરમ છિપા પોતાની પત્નીના અન્ય યુવક સાથેના પ્રેમ પ્રકરણ અને પત્ની તરફથી મોબાઈલ સોનાના દાગીના સહિ ની માંગણીઓથી કંટાળ્યો હતો. જેના કારણે પત્નીને મોડી રાત્રે સરપ્રાઈઝ આપવાનું કહીને ધાબા ઉપર લઈ ગયા બાદ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી.
અકરમ હત્યા કર્યા બાદ મૃતદેહને ધાબા ઉપર જ મૂકીને નીચે આવ્યો ત્યારે તેની સાસુને બિન્દાસ્ત પણે કહ્યું કે તેને હિનાને મારી નાખી છે. જેથી તાત્કાલિક મૃતકની માતા અને બહેન ઉપર દોડી ગયા હતા અને બુમરાણ મચાવતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતાં દાહદો ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોચી આરોપી અકરમની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકરમ વિરુધ્ધ હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી