સાબિર ભાભોર, દાહોદઃ દાહોદની સરકારી એનજીન્યરિંગ કોલેજના (Government Engineering College) છ વિધાર્થીઑ કાળિડેમ (kalidam) ફરવા ગયા બાદ છ પૈકી ચાર વિધાર્થીઓ પાણીમાં ડૂબી જતાં એકનું મોત ત્રણનો આબાદ બચાવ થયો છે. દાહોદની (Dahod) સરકારી એંજિનયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં 6 મિત્રો દાહોદના કાળીડેમ ખાતે ફરવા ગયા હતા તે દરમિયાન એક વિધાર્થીનો પગ લપસતા સાથે અન્ય ત્રણ મિત્રો પણ ખેચાઈને પાણીમાં ડૂબી ગયા હતા. બનાવને પગલે આસપાસ ના રહીશો દોડી આવ્યા હતા.