ઝાલોદના તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ ઘટનામાં પાંચેય લોકોના મોત નિપજ્યાં છે. તળાવમાં ડૂબ્યા હોવાની જાણ થતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન પાંચેય લોકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઝાલોદના તળાવમાં આ પાંચેય લોકો માછીમારી કરવા ગયા હતા. દરમિયાન તળાવમાં ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા છે. મૃતકોમાં 4 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. હાલ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઝાલોદના તળાવમાં માછીમારી કરવા ગયેલા 5 લોકોના મોત