શાબીર ભાભોર, દાહોદ : દાહોદ (Dahod Car Accident) નજીક આજે એક ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માતમાં એક જાણીતા ડૉક્ટરનું (Dahod Dr Death) ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. દાહોદ નજીકના કતવારા (Dahod Katvara Car Accident) પાસે કાર બેકાબૂ બનતા પલટી હતી અને રોડની નજીક ખાડામાં જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં ઓર્થોપેડિક સર્જન રાહુલ લબાનાનું (Dr. Rahul Labana Death in Dahod Accident) મોત નીપજ્યું છે. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો છે જેના પરથી તેની તીવ્રતાનો ખ્યાલ આવે છે.