Home » photogallery » madhya-gujarat » દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

બંને ટ્રક દાહોદના જાલત ખાતે આવેલ હોટલ અવંતિકા ઉપર રોકાઈ હતી. પોલીસે ટ્રક સહિત 1.9 કરોડના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપૂરના રહેવાસી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી.

  • 15

    દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

    સબ્બીર ભાભોર, દાહોદઃ કોરોના (coronavirus) કાળમાં અને કડક પ્રતિબંધો વચ્ચે ગુજરાતમા પ્રવેશ (Entry in Gujarat) માટે RT-PCR નેગેટીવ રિપોર્ટ ફરજિયાત છતા 89.44 લાખનો દારૂ ભરેલ બે ટ્રક મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવી
    દાહોદ એલસીબીએ (Dahod LCB) બાતમીના આધારે 89.44 લાખના વિદેશી દારૂ (Foreign liquor) સાથે 1.9 કરોડનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ (arrested) કરી
    હતી.

    MORE
    GALLERIES

  • 25

    દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

    હાલમાં ચાલી રહેલ કોરોના મહામાર ને લઈને અનેક જગ્યાએ લોકડાઉનના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્રારા કોરોના સંક્રમણને લઈને અલગ અલગ નિયત્રણો લાદવામાં આવ્યા છે. તેમાથી એક મહત્ત્વ નો સરકારનો નિર્ણય છે કે દેશના કોઈપણ રાજ્ય માઠી ગુજરાત માં પ્રવેશ માટે ફરજિયાત RT PCR નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 35

    દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

    તેને લઈને રાજય ની તમામ સરહદો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસની વાહન ચેકિંગની પોલ ખૂલી રહી છે. 89.44 લાખની કિમતનો 710 પેટી વિદેશી દારૂ ભરેલી મધ્યપ્રદેશ પાર્સીગની બે ટ્રકો દાહોદના જાલત ખાતે આવેલી અવંતિકા હોટલ ઉપરથી ઝડપાઇ
    દાહોદ જિલ્લો એટ્લે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે.

    MORE
    GALLERIES

  • 45

    દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

    ત્યારે ગુજરાતમાં દારૂ આ બંને રાજ્યોમાંથી જ ઘુસાડવામાં આવતો હોય છે. બુટલેગરો દ્રારા મોટાપાયે દાહોદની હદમાંથી ગુજરાતના અનેક શહેરોમાં દારૂ પહોચડવામાં આવતો હોય છે. ત્યારે એલસીબીની ટીમ આવા વાહનોની વોચમાં હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે  દાહોદ એલસીબીને બાતમી મળી હતી કે બે ટ્રક મારફતે મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    દાહોદઃ કોરોનામાં કડક પ્રતિબંધો છતાં રૂ.89 લાખના વિદેશી દારુ ભરેલી બે ટ્રક ઝડપાઈ, ઇમરાન ખાનની ધરપકડ

    અને બંને ટ્રક દાહોદના જાલત ખાતે આવેલ હોટલ અવંતિકા ઉપર રોકાઈ છે જેને પગલે પોલીસની ટીમ તાત્કાલિક હોટલ ઉપર પહોચી હતી. જ્યાં બંને ટ્રક મળી આવી હતી જે પૈકી એક ટ્રકમાં ઉંઘી રહેલ કલીનર ઝડપાઇ ગયો હતો. જ્યારે હોટલ ઉપર થી અન્ય ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે ટ્રક સહિત 1.9 કરોડના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપૂરના રહેવાસી ઈમરાન ખાનની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા. તેમજ આમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES