સાબિર ભાભોર, દાહોદઃ હોળી-ધૂળેટીનો તહેવાર (Holi-Dhuleti festival) એટ્લે દાહોદ જિલ્લા (Dahod Jilla) માટે સૌથી મોટો તહેવાર મનાય છે. આદિવાસી સમાજની (Tribal society) અનેક પરંપરાઓ અને માનયાતાઓ રહેલી છે. આમળી આગિયારસના દિવસથી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરંપરાગત મેળા ઓ યોજતાં હોય છે ધૂળેટીના દિવસે અનેક સ્થળોએ ચૂલનો મેળો (chul frair) ભરાય છે.
જેમાં લોકોની માન્યતા છે કે ગરમ અંગારા જેને ગરમ ચૂલ કહેવાય છે તેના ઉપર ખુલ્લા પગે ચાલવાથી કોઈપણ માનતા પૂર્ણ થાય છે આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો મોટી સંખ્યામાં આવે છે અને ગરમ ચૂલમાં ધગધગતા અંગારા ઉપર પાણીનો લોટો અને શ્રીફળ લઈને ચાલે છે અને લોકોનું માનવું છે કે અહી જે પણ મનોકામના હોય છે તે અવશ્ય પૂર્ણ થાય છે
અલગ અલગ સ્થળો એ યોજાતા ચૂલના મેળા પૈકી સૌથી મોટો મેળો અને મોટી ચૂલ ઝાલોદ તાલુકાના રણીયાર ખાતે થાય છે જ્યાં રણછોડરાયજી મંદિરના પટાંગણમાં 5 X 2.5 હાથ લાંબો સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને શ્રીફળ લઈને ઠંડી ચૂલ ચાલવામાં આવે છે. ત્યારબાદએ ખાડામાં સૂકા લાકડા અને છાણાંથી ભરી તેને સળગવામાં આવે છે અને અંગારા થયા બાદ તેમાં લોકો ચાલે છે.
રણીયાર ખાતે દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારના રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. પોતાની મનોકામના સાથે ચૂલમાં ચાલી અને મેળાનો આનદ લેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે મેળાઓ રદ્દ થતાં મેળો નથી યજાયો. પરંતુ વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખવા માત્ર ચૂલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના સાથે ચૂલમાં ચાલ્યા હતા ધૂળેટીના દિવસે રણિયાર ખાતે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય છે પરંતુ આજના દિવસે વિસ્તારમાં ગણતરીના જ લોકો જોવા મળ્યા હતા. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે આસ્થા અને શ્રધ્ધા સાથે બાળકો, મહિલાઓ, વૃદ્ધ સૌ કોઈ ધગધગતા અંગારા માથી પસાર થાય છે પરંતુ કોઈને પણ ઇજા નથી પહોચતી.