Home » photogallery » madhya-gujarat » દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

32 વર્ષીય કૈલાસબેનની ઉંચાઈ માત્ર 120 સેન્ટીમીટર છે. ગર્ભાવસ્થામાં પેટના કારણે ફેંફસા દબાતા હતા. મહિલાએ 2.9 કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

  • 15

    દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

    સાબીર ભાભોર, દાહોદઃ દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં (world medical history) જૂજ નોંધાતા કિસ્સાઓમાંનો એક દાહોદમાં (dahod) બન્યો હતો. માત્ર 120 સે. મિ.ની ઉંચાઇ ધરાવતી મહિલાનું પેટ અને ફેંફસા એક થયા બાદ પણ સફળ પ્રસુતી સાથે પીઠમાં ખુંધ ધરાવતી મહિલાના ફેંફસા ગર્ભાવસ્થાને પરિણામે દબાવા લાગ્યા છતાં ડિલિવરી (Delivery) કરાવવામાં મળી સફળતા મળી હતી. દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં જૂજ નોંધાતા કિસ્સાઓમાંનો એક દાહોદમાં બન્યો છે. દાહોદના પડવાલ વુમન્સ હોસ્પિટલમાં (woman hospital) ખૂબ જ ઓછી ઉંચાઇ ધરાવતી મહિલાને જેને પીઠ પર મોટી ખૂંધની તકલીફ પણ છે તેની અત્યંત ક્રિટિકલ કહી શકાય તેવી સ્થિતિમાં દાહોદના ડો. રાહુલ પડવાલે સફળ ડિલીવરી કરી છે. વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી 108 સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત 120 સેન્ટીમિટર હતી એટલે કે 3 ફૂટ 9 ઇંચ.

    MORE
    GALLERIES

  • 25

    દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

    તેનું નામ અંતરબેન કૈલાસભાઇ ડાવર. રહેવાસી મધ્યપ્રદેશના અલીરાજપુરના કોલાબઇડા ગામના. તેમના પતિ કૈલાસ પણ એક પગથી અપંગ હોય કરિયાણાની નાનકડી દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા. 32 વર્ષની ઉંમરે કૈલાસબેન સગર્ભા થયા હતા. ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં તેમની સ્થિતિ ખૂબ નાજૂક બની હતી. તેનું મુખ્ય કારણ તેમની ઓછી હાઇટ અને પીઠ પરની ખૂંધ હતી. મધ્યપ્રદેશના સ્થાનિક દવાખાનાના ડોક્ટરે તેમની સ્થિતિ જોતા તેમને મોટા હોસ્પીટલમાં લઇ જવા જણાવ્યું.

    MORE
    GALLERIES

  • 35

    દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

    કૈલાસભાઇ તેમને દાહોદમાં લઇ આવ્યા. અહીં ત્રણેક જેટલા દવાખાને બતાવ્યું પણ કોઇ પણ ડોક્ટર અંતરબેનની હાલાત જોતાં કેસ હાથમાં લેવા તૈયાર થયા નહી. ખાસા રઝળપાટ બાદ તેઓ દાહોદના પડવાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા. રાતના અઢી વાગે લગભગ બેશુદ્ધ હાલતમાં અંતરબેનને દાખલ કરવામાં આવ્યા. ડો. રાહુલે જોયું કે પેશન્ટ ખૂબ જ ગંભીર હાલતમાં હતું. તેમની ટૂંકી હાઇટને લીધે ફેફસું અને પેટ એક જેવા થઇ ગયા હતા. પરિણામે અંતરબેન શ્વાસ લઇ શકતા નહોતા. ઓક્સિજન લેવલ 90 ટકા જેટલું થયું હતું. તાત્કાલિક ઓક્સિજન ચઢાવવો પડયો.

    MORE
    GALLERIES

  • 45

    દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

    અંતરબેનને વેન્ટીલેટર પર રાખવા પડે તેવી સ્થિતિ હતી. તેઓ લગભગ બુશુદ્ધ બન્યા હતા. મોટી સમસ્યા તેમને એનેસ્થેશીયા આપવાનો હતો. જે ઓપરેશન માટે જરૂરી હતું. પરંતુ પીઠમાં ખુંધને કારણે જો જરા જેટલી પણ ભૂલ થાય તો દર્દીની જાન જઇ શકે એમ હતું. બીજી તરફ દર્દીનું ગર્ભાશય પણ ફાટી જાય તેવી સ્થિતિ હતી. એક તરફ બાળક ગર્ભમાં લેટ્રીન પણ કરી ગયો હોય સમય ખૂબ જ ઓછો હતો.

    MORE
    GALLERIES

  • 55

    દાહોદઃ ડોક્ટરોની મહેનત રંગ લાવી! 3.9 ફૂટની ઉંચાઈ ધરાવતી મહિલાની સફળ પ્રસુતિ, પેટ અને ફેંફસા થયા હતા એક

    આવી ખૂબ જ ગંભીર સ્થિતિ હોવા છતાં અંતરબેન નશીબના બળીયા નીકળ્યા. ડો. પડવાલનો અનુભવ આ સમયે કામે લાગ્યો. અગાઉ પણ તેમણે ઘણાં ક્રિટિકલ કેસો સફળ રીતે પાર કર્યા હતા. અનેસ્થેશિયા સફળ રહ્યો અને ઓપરેશન પણ. અંતરબેનને 2 કિલો 900 ગ્રામનું તન્દુરસ્ત બાળકને જન્મ આપ્યો. અત્યારે માતા અને બાળક બંનેની સ્વસ્થ છે. આવા કિસ્સા જવલ્લે જ બનાતા હોય છે. આટલી ઓછી હાઇટ, મોટી ઉંમર, પીડની ખૂંધ અને ક્રિટિકલ હાલત છતાં માતા-બાળકને બચાવી શકયા એ મેડકીલ મિરેકલ જ કહેવાય.

    MORE
    GALLERIES