દાહોદ: રાજ્યમાં આવતીકાલે ફેંસલાનો દિવસ છે. ગુજરાતમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તે કાલે ખબર પડશે. રાજકારણનાં આ ગરમાવા વચ્ચે દાહોદનાં સ્ટ્રોંગ રૂમ આગળ હંગામો થયો છે. સ્ટ્રોંગ રૂમની આસપાસ અવરજવર વધતા ભાગદોડ મચી ગઇ હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસ અને આપનાં કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જોકે, થોડીવારમાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.