દાહોદથી 80 કિમી દૂર મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે શિવરાજસિંહ જાધવના ફાર્મમાં જ આ કેરી થાય છે. મૂળ અફઘાનિસ્તાનની મનાતી આ કેરી ભારતમાં ભાગ્યેજ કોઈક જગ્યાએ થાય છે. એમાંની એક જગ્યા કઠિવાડા કે જ્યાં 50 વર્ષ પહેલા વાવેલા આંબા ઉપર દર વર્ષે નુરજહા કેરી લાગે છે. જેને ખરીદવા માટે કેરી રસિયા ઑ જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં જ બુક કરાવી લે છે.
નુરજહા કેરીની વિશેષતાએ છે કે એક ફૂટ સુધીની કેરી થાય છે અને એક કેરીનું વજન 2થી લઈને 4 કિલો સુધીનું હોય છે અને સ્વાદમાં પણ મીઠી છે. આ એક કેરીની કિમત 1000થી 1200 રૂપિયા છે. નુરજહા કેરીની વાતો સાંભળીને દૂર દૂરથી લોકો માત્ર આ કેરી જોવા માટે કઠિવાડા આવી છે અને આટલી મોટી સાઇઝની કેરી જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે.