સાબિર ભાભોર, દાહોદઃ રાજ્ય સરકાર (Gujarat Government) દ્રારા આદિવાસી વિસ્તારોમાં અધતન શિક્ષણ (Education) માટે મોડેલ ડે સ્કૂલો (Model Day Schools) શરૂ કરી હતી. જેને પગલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો (Tribal children) માટે આ શાળાઓ (school) આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી. પરંતુ એકાએક સરકાર દ્રારા રાજ્યની આઠ શાળા બંધ કરવાના નિર્ણયને પગલે દાહોદ જિલ્લાના (dahod) ગરબાડા તાલુકાની (Garbada) વજેલાવમાં ચાલતી મોડેલ ડે સ્કૂલ અને ધાનપુર તાલુકાનાં અગાસવાણીની મોડેલ ડે સ્કૂલ પણ બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ છે કે આ શાળા ચાલુ રહેવી જોઇએ.