Home » photogallery » madhya-gujarat » દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

બેન્ક ઓફ બરોડાની સજ્જનગઢ શાખામાં ફરજ બજાવતા અમિત રાજકુમાર મહાલાની ધરપકડ કરી ઘરમાં સર્ચ કરતાં 94 ATM કાર્ડ, ATM કાર્ડ રીડર, ATM કાર્ડ સ્કેનર, લેપટોપ, CD, 6 ચેકબુક, 3 પાસબુક અને રોકડ 38300 મળી આવ્યા હતા.

  • 15

    દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

    સાબિર ભાભોર, દાહોદઃ વિશ્વભરમાં ચાલી ડિજિટલ યુગમાં (Digital) આધુનિક ટેકનૉલોજીને (technology) પગલે માણસના દરેક કામ સરળ બન્યા છે. તો સાથે જ જોખમ પણ વધ્યું છે ઇન્ટરનેટના યુગમાં (Internet) સાયબર ક્રાઇમનું (Cyber crime) પ્રમાણ વધ્યું છે અનેક ભેજાબાજો ટેક્નોલૉજીનો ઉપયોગ કરી લોકોના બેન્ક એકાઉન્ટ (Bank account) ખાલી કરી નાખતા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે દાહોદમાં (Dahod) આવી જ એક ઘટના બની જેમાં પોલીસકર્મીના (Police man) ખાતામાંથી ATM મારફતે 5 વખતમાં 85000 ઉપાડી લેતા પોલીસ ફરિયાદ નોધાઈ ત્યારે પોલીસ તપાસમાં ભેજાબાજ રાજસ્થાનમાં (Rajasthan) બેન્ક ઓફ બરોડાનો (Bank of baroda) જ કર્મચારી નીકળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

    મળતી માહતી પ્રમાણે દાહોદ પોલીસ હેડ્કવાર્ટરમાં ફરજ બજાવતા મલસિંગભાઈ સંગાડાને પગમાં ફ્રેકચરને પગલે તેઓ બહાર નહોતા જઈ શકતા ત્યારે નાણાંની જરૂરને પગલે તેમનો પુત્ર ATMમાં નાણાં ઉપાડવા ગયો અને 9500નું ટ્રાન્જેકશન કર્યા પછી બીજીવાર નાણાં ન નીકળતા બેન્કનો સંપર્ક કરી સ્ટેટમેન્ટ કાઢ્યું હતું. જેમાં 25-31 મે દરમિયાન દાહોદના અલગ અલગ ATM ઉપરથી 5 વખતમાં 85000 ઉપાડી લેવાનું જોતાં જ ચોકી ઉઠ્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

    પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો એહસાસ થતાં દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી પોલીસે અજાણ્યા ઈસમ વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં દાહોદ એલ,સી.બી એ તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજેંસ, ટેકનિકનલ અને સાયબર એક્સપર્ટની ટીમોની મદદથી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં દાહોદ શહેરમાં લાગેલા CCTVમાં રાજસ્થાન પાર્સીંગની બાઈક શંકાના ઘેરામાં આવતા બાઇકના નબરના આધારે  રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે એલ.સી.બીની ટીમ પહોચી હતી.

    MORE
    GALLERIES

  • 45

    દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

    ત્યાથી પોલીસે મૂળ હરિયાણાના અને બેન્ક ઓફ બરોડાની સજ્જનગઢ શાખામાં ફરજ બજાવતા અમિત રાજકુમાર મહાલાની ધરપકડ કરી ઘરમાં સર્ચ કરતાં 94 ATM કાર્ડ, ATM કાર્ડ રીડર, ATM કાર્ડ સ્કેનર, લેપટોપ, CD, 6 ચેકબુક, 3 પાસબુક અને રોકડ 38300 મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામલ સહિત આરોપીની ધરપકડ કરી હતી આરોપી અમિતે દાહોદ ઉપરાંત પંચમહાલ, મહીસાગર, અરવલ્લી સહિતના જિલ્લાઑમાં પણ આ રીતે જ નાણાં ઉપાડ્યા હોવાની કબુલાત કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર કાંડમાં વધુ કોણ કોણ સંડોવાયેલા છે અને અન્ય કયા કયા સ્થળો એ આ પ્રકારે નાણાં ઉપાડ્યા છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 55

    દાહોદઃ 94 ATM સાથે ભેજાબાજ બેન્ક કર્મચારી ઝડપાયો, પોલીસને પણ રૂ.85,000ની પહેરાવી હતી 'ટોપી'

    ભેજાબાજો ATM કેબિનમાં જઈ નાણાં ઉપડવામાં મુઝવણ અનુભવતા લોકોને મદદના બહાને ATM પિન જાણી લેતા હતા અને કાર્ડ પોતાની પાસે રહેલા સ્કેનરમાં સ્કેન કરી સંપૂર્ણ ડેટા લઈ લેતા પછી લેપટોપમાં ડેટા ટ્રાન્સફર કરી તે ડેટાના આધારે ડુપ્લિકેટ કાર્ડ બનાવી લેતા હતા અને આ કાર્ડ મારફતે નાણાં ઉપાડી લેતા હતા.

    MORE
    GALLERIES