સાબિર ભાભોર, દાહોદઃ માણસ ગુસ્સો (Anger) કે આવેશમાં હોય ત્યારે સંતુલન ગુમાવી દે છે અને ક્યારેક આજ આવેશમાં ન કરવાનું કામ કરી દે છે. અને ગુસ્સો શાંત થયા પછી માત્ર પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. દાહોદ જિલ્લાના (Dahod) ધાનપુર તાલુકાના (Dhanpur taluka) ડુમકા ખાતે (Dukama) પરિણીતાએ પોતાના (Mother stop children fun) બાળકોને મસ્તી કરવા મામલે ઠપકો આપી થપ્પડ મારતા પતિએ ઉશ્કેરાઈને માથાના ભાગે લાકડાના ફટકા (husband killed wife) મારી દેતા ચાર સંતાનની માતાનું કરુણ મોત નીપજ્યું.