જેમાં ઝાલોદ તાલુકાનાં લીમડી ખાતે ખાનગી તબીબ કરણ દેવડા પોતાના ક્લિનિકમાં નાણાં લઈ રેપિડ ટેસ્ટ કરતાં હોવાની ફરિયાદના પગલે ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીની ટીમે કરણ દેવડાના ક્લિનિક ઉપર રેડ કરતાં એન્ટિજ્ન રેપિડ કીટ મળી આવી હતી. જેથી કરણ દેવડા વિરુધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પૂછપરછમાં બહાર ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્ર ચૌહાણ પાસેથી મેળવી હતી. પોલીસ ફરિયાદ થતાં જ આરોગ્ય કર્મી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જ્યારે કરણ દેવડાની ધરપકડ કરી લેવાઈ હતી. આરોપી તબીબે જામીન માટે ઝાલોદ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે જમીન અરજી રદ્દ કરતાં દાહોદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.